સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ સવાલોના જવાબો

બાઇબલ સવાલોના જવાબો

શું આ જ જીવન છે?

શું તમને કોઈ વાર એવું લાગે છે કે જીવન બહુ ટૂંકું છે?

આજે મોટા ભાગના લોકોના જીવનની શરૂઆત આવી રીતે થાય છે: બાળક તરીકે રમવું, મોટા થઈને નોકરી-ધંધો કરવો, લગ્ન કરવું, કુટુંબ ઉછેરવું અને ઘરડા થવું. તમને કદાચ થશે કે, શું આ જ જીવન છે? (અયૂબ ૧૪:૧, ૨) બાઇબલ જણાવે છે કે, બહુ સમજુ વ્યક્તિઓને પણ એ સવાલ થયો હતો.સભાશિક્ષક ૨:૧૧ વાંચો.

શું જીવનનો કોઈ હેતુ છે? એનો જવાબ મેળવતા પહેલાં આનો વિચાર કરો: આપણા જીવનની શરૂઆત કઈ રીતે થઈ? આપણા મગજ અને શરીરના બીજાં અંગોની અદ્ભૂત રચના જોઈને કેટલાક લોકોને લાગે છે કે, ચોક્કસ એને બુદ્ધિશાળી સરજનહારે બનાવ્યાં છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪ વાંચો.) એમ હોય તો, કોઈ ખાસ કારણથી તેમણે આપણને બનાવ્યા છે. એ કારણ જાણવાથી આપણને જીવનનો હેતુ મળશે.

આપણને શા માટે બનાવ્યા?

ઈશ્વરે પ્રથમ યુગલને આશીર્વાદ આપ્યો હતો. તેઓને સરસ મજાનું કામ પણ આપ્યું હતું. ઈશ્વરનો હેતુ હતો કે, તેઓ પોતાનાં વંશજોથી આખી પૃથ્વીને ભરપૂર કરે, એને બાગ જેવી સુંદર બનાવે અને એમાં હંમેશ માટે જીવે.ઉત્પત્તિ ૧:૨૮, ૩૧ વાંચો.

એ યુગલે ઈશ્વર સામે બળવો કર્યો ત્યારે, ઈશ્વરના હેતુમાં થોડી વાર માટે અડચણ આવી. પરંતુ, ઈશ્વરે આપણને તરછોડી દીધા નથી અને પૃથ્વી માટેનો તેમનો હેતુ પણ હજી બદલાયો નથી. બાઇબલ આપણને ખાતરી આપે છે કે, પોતાના વફાદાર લોકોને બચાવવા અને પૃથ્વી માટેનો હેતુ પૂરો કરવા ઈશ્વર કામ કરી રહ્યા છે. ઈશ્વર ચાહે છે કે તમે પણ જલદી જ આવનાર સુંદર જીવનનો આનંદ માણો. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯ વાંચો.) ઈશ્વર ભાવિમાં જે કરવાના છે એનો ફાયદો મેળવવા તમે શું કરી શકો? એ વિશે વધુ જાણવા બાઇબલમાંથી શીખો. (w૧૫-E ૦૮/૦૧)