સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | ચિંતાનો સામનો કઈ રીતે કરવો?

પૈસાની ચિંતા

પૈસાની ચિંતા

પૉલ એક પતિ અને બે બાળકોના પિતા છે. તે જણાવે છે: “અમારા દેશમાં મહામંદી આવી પડી ત્યારે, ખોરાકની અછત થવા માંડી અને એનો ભાવ આસમાને ચડી ગયો. ખોરાક લેવા અમે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા. પરંતુ, અમારો વારો આવતો ત્યાં સુધીમાં ખાવાનું મોટા ભાગે ખતમ થઈ જતું. ખોરાકની અછતને લીધે લોકો સખત કમજોર થઈ ગયા હતા. તેમ જ, અમુક લોકો તો રસ્તાઓ પર ઢળી પડતા. જીવન જરૂરી વસ્તુઓના ભાવ તો લાખો અને કરોડોમાં થઈ ગયા હતા. આખરે, અહીંના પૈસાની કોઈ કિંમત રહી નહિ. વીમા, પેન્શન અને બૅન્કના મારા બધા પૈસા ડૂબી ગયા.”

પૉલ

પૉલ જાણતા હતા કે, આવા ખરાબ સંજોગોમાં કુટુંબનું ભરણપોષણ કરવા ‘વિવેકબુદ્ધિથી’ કામ લેવું પડશે. (નીતિવચનો ૩:૨૧) તે જણાવે છે: ‘હું ઇલેક્ટ્રિશન હતો. તેમ છતાં, મને બીજું કોઈ પણ કામ મળતું તો એ હું કરી લેતો. અને એ પણ સાવ ઓછા પૈસામાં. અમુક લોકો મને ખોરાક તો, અમુક ઘરની વસ્તુઓ આપતા. મને જો કોઈ ચાર સાબુ આપે, તો એમાંથી હું બે વાપરતો અને બે વેચી નાખતો. સમય જતાં, મને મરઘીનાં ૪૦ બચ્ચાં મળ્યાં. એ બચ્ચાં મોટા થયાં ત્યારે, મેં એને વેચી નાખ્યાં. અને પછી, મરઘીનાં બીજા ૩૦૦ બચ્ચાં લીધાં. એ મોટા થયાં પછી મેં ૫૦ મરઘીના બદલે ૧૦૦ કિલો મકાઈનો લોટ લીધો. એનાથી, હું લાંબા સમય સુધી મારા કુટુંબનું અને કેટલાક સગાંઓનું પૂરું પાડી શક્યો.’

પૉલ એ પણ જાણતા હતા કે, ઈશ્વરમાં ભરોસો મૂકવો એ સૌથી મહત્ત્વનું પગલું છે. આપણે જ્યારે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ, ત્યારે તે આપણને મદદ કરે છે. જીવન જરૂરી વસ્તુઓ વિશે ઈસુએ આ સલાહ આપી હતી: ‘ચિંતા ન કરો. તમારા પિતા જાણે છે કે તમારે એ વસ્તુઓની જરૂર છે.’—લુક ૧૨:૨૯-૩૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

ઈશ્વરનો વિરોધી શેતાન મોટા ભાગના લોકોને ઘણી વસ્તુઓ મેળવવા છેતરે છે. તે ચાહે છે કે લોકો એની પાછળ મંડ્યા રહે. તેથી, એને મેળવવા લોકો વધારે પડતી ચિંતા કરે છે. ખરું કે, એમાંની અમુક ખરેખર જરૂરી છે. જ્યારે કે, બીજી તો વ્યક્તિને લાગે છે કે જરૂરી છે. પણ, હકીકતમાં એટલી જરૂરી નથી. એ કારણે, ઘણા લોકો દેવું કરે છે. સમય જતાં તેઓ આ કડવું સત્ય શીખે છે: “ઉધાર લે છે તે આપનારનો દાસ બને છે.”—નીતિવચનો ૨૨:૭, NW.

અમુક લોકો ખોટા નિર્ણય લે છે. પૉલ કહે છે: “ઘણા લોકો પોતાના કુટુંબને અને દોસ્તોને છોડીને નોકરીની શોધમાં પરદેશ ગયા. અમુક તો ગેરકાનૂની રીતે ગયા અને ત્યાં તેઓ પાસે નોકરી નથી. તેઓ અવારનવાર પોલીસથી ભાગતા ફરે છે. અરે, તેઓને રસ્તા પર સૂઈ જવું પડે છે. એવા લોકો ઈશ્વરની મદદ લેતા નથી. પરંતુ, અમે કુટુંબ તરીકે નિર્ણય કર્યો હતો કે, પૈસાની તકલીફનો સામનો કરવા ઈશ્વરની મદદ લઈશું.”

ઈસુની સલાહ પાળીએ

પૉલ જણાવે છે: “ઈસુએ કહ્યું હતું કે, ‘આવતી કાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે; દહાડાને માટે તે દહાડાનું દુઃખ બસ છે.’ તેથી, હું ઈશ્વરને રોજ આમ પ્રાર્થના કરતો: ‘દિવસની અમારી રોટલી આજ અમને આપ.’ ઈસુએ આપેલા વચન પ્રમાણે ઈશ્વરે અમને મદદ પણ કરી. ખરું કે, અમને દરેક વખતે મનગમતી વસ્તુઓ ન મળતી. જેમ કે, એક વાર હું ખોરાક લેવા માટે લાઈનમાં ઊભો રહ્યો. પરંતુ, ત્યાં શું વેચાતું હતું એ મને ખબર ન હતી. મારો વારો આવ્યો ત્યારે, ખબર પડી કે એ દહીં હતું. જોકે, મને દહીં ભાવતું નથી. પરંતુ, એ ખોરાક છે એમ સમજીને રાત્રે અમે ખાઈ લીધું. આવા ખરાબ સંજોગોમાં પણ મારું કુટુંબ ક્યારેય ભૂખ્યા પેટે સૂઈ નથી ગયું. એ માટે હું ઈશ્વરનો દિલથી આભાર માનું છું.” *

ઈશ્વરે વચન આપ્યું છે: “હું તને કદી મૂકી દઈશ નહિ અને તને તજીશ પણ નહિ.”—હિબ્રૂ ૧૩:૫

“હાલમાં પૈસે-ટકે અમારી પરિસ્થિતિ સારી છે. પરંતુ, અનુભવથી હું શીખ્યો કે, ઈશ્વર પર ભરોસો રાખવો એ જ ચિંતા દૂર કરવાની દવા છે. આપણે યહોવાની * ઇચ્છા પ્રમાણે કરતા રહીશું તો, તે ચોક્કસ આપણને મદદ કરે છે. અમારા જીવનમાં ગીતશાસ્ત્ર ૩૪:૮ના આ શબ્દો સાચા પાડ્યા છે, જે કહે છે: ‘અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે, જે માણસ તેમના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે.’ એ ભરોસાના લીધે, ગમે એટલા ખરાબ સંજોગોનો સામનો કરતા પણ અમે ડરીશું નહિ.

પોતાના ભક્તોને ‘દિવસની રોટલી’ મેળવવા ઈશ્વર મદદ કરે છે

“અમને સમજાયું કે, માણસનું જીવન ટકાવી રાખવા નોકરી કે પૈસા કરતાં ખોરાક વધારે જરૂરી છે. અમે ખરેખર એ સમયની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે, ઈશ્વર પોતાનું આ વચન પૂરું કરશે: ‘પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ અનાજ પાકશે.’ એ વચન પૂરું થાય ત્યાં સુધી ‘આપણને જે અન્નવસ્ત્ર મળે છે એનાથી આપણે સંતોષી’ રહેવું જોઈએ. બાઇબલના આ શબ્દોથી અમને હિંમત મળી: ‘તમારો સ્વભાવ લોભી ન થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો; કેમ કે તેણે કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ અને તને તજીશ પણ નહિ. તો આપણે ખાતરીથી કહી શકીએ છીએ કે, પ્રભુ મને સહાય કરનાર છે; હું બીહિશ નહિ.’” *

‘ઈશ્વર સાથે ચાલવા’ ઘણી શ્રદ્ધા જોઈએ. પૉલ અને તેમનું કુટુંબ એવું જ કરી રહ્યા છે. (ઉત્પત્તિ ૬:૯) બની શકે કે, તમને હમણાં પૈસાની તંગી હશે અથવા કદાચ ભાવિમાં એનો સામનો કરવો પડે. તોપણ, પૉલે જે રીતે શ્રદ્ધા બતાવી અને વ્યવહારુ પગલાં ભર્યા એમાંથી આપણને ઘણું શીખવા મળે છે.

પરંતુ, કુટુંબની તકલીફોને લીધે આપણને ચિંતા થતી હોય તો શું? (w૧૫-E ૦૭/૦૧)

^ ફકરો. 10 બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.