સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

Brais Seara/Moment via Getty Images

જુઓ, શું બની રહ્યું છે!

ભયંકર દુકાળ—બાઇબલ શું કહે છે?

ભયંકર દુકાળ—બાઇબલ શું કહે છે?
  •   “ચીને એક રિપોર્ટમાં જણાવ્યું કે આ વર્ષે કાળઝાળ ગરમી પડી. અત્યાર સુધીનો આ ત્રીજો એવો ઉનાળો હતો, જેમાં સૌથી વધારે ગરમી નોંધાઈ.”—ધ ગાર્ડિયન, ૭ સપ્ટેમ્બર, ૨૦૨૨.

  •   “આ પાંચમા વર્ષે પણ આફ્રિકાના અમુક દેશોમાં ભયંકર દુકાળ પડશે.”—યુએન ન્યૂઝ, ૨૬ ઑગસ્ટ, ૨૦૨૨.

  •   “યુરોપના અડધાથી પણ વધારે ભાગમાં દુકાળ પડવાનું જોખમ રહેલું છે. છેલ્લાં ૫૦૦ વર્ષમાં આ સૌથી આકરો દુકાળ હશે.”—બી.બી.સી. ન્યૂઝ, ૨૩ ઑગસ્ટ, ૨૦૨૨.

 ઘણા નિષ્ણાતોએ જણાવ્યું છે કે આવા દુકાળો પડતા રહેશે અને વધારે ભયંકર થતા જશે. શું કોઈ આશા છે કે આપણું ભાવિ સારું હશે? બાઇબલ શું કહે છે?

દુકાળો અને બાઇબલની ભવિષ્યવાણી

 બાઇબલમાં આપણા સમય વિશે પહેલેથી આ જણાવ્યું છે:

  •   “એક પછી એક ઘણી જગ્યાએ દુકાળો પડશે.”લૂક ૨૧:૧૧.

 ઘણી વાર દુકાળને લીધે ખોરાકની અછત પડે છે. એના લીધે લોકોએ ઘણું સહેવું પડે છે. અમુક લોકોએ તો પોતાનો જીવ ગુમાવવો પડે છે. એ બધા બનાવો બતાવે છે કે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે.—પ્રકટીકરણ ૬:૬,.

દુકાળો કેમ વધારે ને વધારે આકરા થતા જાય છે?

 બાઇબલમાં એનું મુખ્ય કારણ જણાવ્યું છે. એ છે:

 એનો અર્થ એ કે માણસો સારી રીતે રાજ કરી શકતા નથી. તેઓના ખોટા નિર્ણયોના લીધે દુકાળો અને પાણીની તંગી પડે છે.

  •   ઘણા વૈજ્ઞાનિકો એ વાતથી સહમત થાય છે કે માણસોનાં અમુક કામો ગ્લોબલ વૉર્મિંગનું કારણ છે, જેના લીધે આખી દુનિયામાં દુકાળો વધતા જાય છે.

  •   અમુક લોકો ભાવિ વિશે વિચાર્યા વગર આડેધડ નિયમો બનાવે છે. તેઓના લીધે અને લાલચુ લોકોનાં કામોને લીધે જંગલોનો નાશ થાય છે, પ્રદૂષણ વધે છે અને લોકો કુદરતી વસ્તુઓનો ગમે તેમ ઉપયોગ કરે છે. પરિણામે આપણને પાણીની અછત પડે છે.

 પણ બાઇબલમાં એક સરસ આશા આપી છે.

શું ભાવિ માટે કોઈ આશા છે?

 બાઇબલમાં ઈશ્વરે વચન આપ્યું છે કે તે પાણીની તંગીને દૂર કરી નાખશે. કઈ રીતે?

  1.  ૧. ઈશ્વર એવા લોકોનો નાશ કરશે “જેઓ પૃથ્વીનો નાશ કરે છે.” (પ્રકટીકરણ ૧૧:૧૮) દુષ્ટ અને લાલચુ લોકોનાં કરતૂતોને લીધે પર્યાવરણને નુકસાન થાય છે અને પાણીની અછત પડે છે. ઈશ્વર એ બધા લોકોનો સફાયો કરી નાખશે.—૨ તિમોથી ૩:૧, ૨.

  2.  ૨. “તડકાથી તપી ગયેલી ધરતી સરોવર બની જશે.” (યશાયા ૩૫:૧, ૬, ૭) ઈશ્વર દુકાળથી થયેલા નુકસાનને દૂર કરશે. તે આખી પૃથ્વીને પાણીથી ભરપૂર કરશે અને એકદમ સુંદર બનાવશે.

  3.  ૩. “તમે પૃથ્વીની સંભાળ લો છો. તમે એને મબલક પાક આપો છો, એને રસાળ બનાવો છો.” (ગીતશાસ્ત્ર ૬૫:૯) ઈશ્વર પૃથ્વી પર બધા લોકોને સારો ખોરાક અને ચોખ્ખું પાણી આપશે અને એ પણ ભરપૂર પ્રમાણમાં.