સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુઓ, શું બની રહ્યું છે!

પૃથ્વીને થઈ રહેલું નુકસાન—બાઇબલ શું કહે છે?

પૃથ્વીને થઈ રહેલું નુકસાન—બાઇબલ શું કહે છે?

 “આપણે ઝડપથી એ દિશામાં આગળ વધી રહ્યા છીએ, જેના લીધે હવામાનને અને પૃથ્વીને ભારે નુકસાન થશે. જેમ કે, મોટા મોટા શહેરો પાણીમાં ડૂબી જશે. ગરમી વધતી જશે. ભયંકર વાવાઝોડા આવશે. પાણીની ભારે તંગી પડશે. ઝાડપાન અને પ્રાણીઓની લાખો પ્રજાતિ લુપ્ત થઈ જશે. આ બધું ફક્ત વાર્તા જ નહિ, પણ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે છે. તેઓ જણાવે છે કે જો ઉર્જા વાપરવાની રીતમાં જરૂરી ફેરફાર નહિ કરીએ, તો ભારે નુકસાન ભોગવવું પડશે.”—આ વાત યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ, એન્તોનિયો ગુતેરેસે જણાવી. વાતાવરણમાં થતા ફેરફારને લઈને ઘણી સરકારોએ ચર્ચા કરી હતી. આ માહિતી તેમણે એપ્રિલ ૪, ૨૦૨૨ના રિપોર્ટ પ્રમાણે જણાવી.

 “વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે વાતાવરણમાં થતા ફેરફારને કારણે [અમેરિકામાં] આશરે ૪૨૩ નેશનલ પાર્ક તબાહ થઈ જશે. આનું મુખ્ય કારણ વધતું તાપમાન છે, જેની સીધી અસર આવા પાર્ક પર પડી શકે છે. વારંવાર આપવામાં આવતી આવી ચેતવણીઓ બાઇબલની ભવિષ્યવાણીઓ જેવી છે. જેમ કે, ઘણી જગ્યાએ આગ લાગશે, પૂર આવશે, બરફ પીગળશે, દરિયાના પાણીનું સ્તર ઊંચું આવશે અને ગરમી વધશે.”—“યલોસ્ટોન નેશનલ પાર્કમાં પૂર—આવનાર વિનાશની નિશાની,” ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ, જૂન ૧૫, ૨૦૨૨.

 શું વાતાવરણની સમસ્યાનો ક્યારેય અંત આવશે? જો હા, તો એનો અંત કોણ લાવશે? ધ્યાન આપો કે એ વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં શું લખ્યું છે.

વાતાવરણની સમસ્યા વિશે પહેલેથી જ જણાવવામાં આવ્યું હતું

 બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વર ‘તેઓનો નાશ કરી દેશે જેઓ પૃથ્વીનો નાશ કરે છે.’ (પ્રકટીકરણ ૧૧:૧૮) આનાથી ત્રણ વાતો જાણવા મળે છે:

  1.  ૧. માણસોનાં કાર્યોથી પૃથ્વીને ઘણું નુકસાન થશે.

  2.  ૨. પૃથ્વીને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, એ એક દિવસ બંધ થશે.

  3.  ૩. પૃથ્વી પર વાતાવરણની જે સમસ્યા છે, એને કોઈ માણસ નહિ પણ ઈશ્વર દૂર કરશે.

આપણી પૃથ્વીનું ભાવિ સુરક્ષિત રહેશે

 બાઇબલમાં લખ્યું છે કે “પૃથ્વી કાયમ ટકી રહે છે.” (સભાશિક્ષક ૧:૪) લોકો એમાં હંમેશાં રહેશે.

 આપણી પૃથ્વી ફરીથી સુંદર બાગ જેવી થઈ જશે. એમાં વાતાવરણની કોઈ સમસ્યા નહિ હોય.

  •   “વેરાન પ્રદેશ અને સૂકી ભૂમિ આનંદ કરશે. ઉજ્જડ પ્રદેશ ખુશી મનાવશે અને કેસરની જેમ ખીલી ઊઠશે.”—યશાયા ૩૫:૧.