સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | બાઇબલ વાંચનમાંથી પૂરો ફાયદો મેળવો

બાઇબલ કઈ રીતે મારું જીવન સુધારી શકે?

બાઇબલ કઈ રીતે મારું જીવન સુધારી શકે?

બાઇબલ કોઈ સાધારણ પુસ્તક નથી. એમાં સર્જનહાર તરફથી સલાહો આપવામાં આવી છે. (૨ તિમોથી ૩:૧૬) એનો સંદેશો આપણું જીવન બદલી શકે છે. બાઇબલ કહે છે: ‘ઈશ્વરની વાણી જીવંત અને શક્તિશાળી છે.’ (હિબ્રૂઓ ૪:૧૨) એ બે રીતે આપણા જીવનને વધારે સારું બનાવે છે. પહેલું, રોજબરોજના જીવનને લગતું માર્ગદર્શન આપીને. બીજું, ઈશ્વરને નજીકથી ઓળખવા અને તેમનાં વચનો વિશે જાણવા મદદ કરીને.—૧ તિમોથી ૪:૮; યાકૂબ ૪:૮.

રોજબરોજના જીવનને લગતું માર્ગદર્શન. વ્યક્તિગત કોયડાઓને હાથ ધરવા બાઇબલ મદદ કરી શકે. એમાં વ્યવહારુ સલાહો આપી છે. જેમ કે,

એશિયામાં રહેતા એક યુવાન દંપતિએ બાઇબલની સલાહની ઊંડી કદર કરી. બીજા નવયુગલોની જેમ તેઓ પણ એકબીજા સાથે દિલ ખોલીને વાત કરવા અને તાલમેલ મેળવવા સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ, તેઓએ બાઇબલની સલાહો લાગુ પાડવાનું શરૂ કર્યું. એનું કેવું પરિણામ આવ્યું? વિસેન્ટ કહે છે: “લગ્નમાં આવતા પડકારોને પ્રેમાળ રીતે હાથ ધરવા બાઇબલમાંથી મને મદદ મળી છે. બાઇબલનાં ધોરણો પાળવાથી અમારું જીવન ખુશહાલ બન્યું છે.” તેમના પત્ની અન્નાલૌ સહમત થતા કહે છે: “બાઇબલમાં આપેલા અહેવાલો વાંચવાથી અમને મદદ મળી છે. અમારા ધ્યેયો અને લગ્નજીવનથી હું ઘણી ખુશ અને સંતોષી છું.”

ઈશ્વરને વધુ સારી રીતે ઓળખો. વિસેન્ટ આમ પણ જણાવે છે: “બાઇબલ વાંચવાથી હું યહોવાને પોતાની ખૂબ નજીક મહેસૂસ કરી શક્યો છું, એવું મેં પહેલાં ક્યારેય અનુભવ્યું ન હતું.” વિસેન્ટની વાત પરથી એક મહત્ત્વનો મુદ્દો બહાર આવે છે: બાઇબલ વાંચવાથી તમે ઈશ્વરને વધુ સારી રીતે ઓળખી શકો છો. બાઇબલ વાંચવાથી ફાયદાકારક સલાહ તો મળે છે, સાથે સાથે ઈશ્વરને મિત્રની જેમ વધુ નજીકથી ઓળખવાની તક મળે છે. ઉપરાંત, એમાં ઉજ્જવળ ભાવિ વિશેની વિગતો આપવામાં આવી છે. એવું ભાવિ જેમાં તમે “ખરા જીવન”નો આનંદ કાયમ માટે માણી શકશો. (૧ તિમોથી ૬:૧૯) આ એક એવી આશા છે જે બીજું કોઈ પુસ્તક આપતું નથી.

જો તમે નિયમિત રીતે બાઇબલ વાંચશો, તો તમે પણ ફાયદો ઉઠાવી શકશો. તમે પોતાનું જીવન સુધારી શકશો અને ઈશ્વરને વધુ સારી રીતે ઓળખી શકશો. બાઇબલ વાંચશો તેમ તમારા મનમાં અનેક સવાલો ઊઠશે. એમ થાય ત્યારે, ૨૦૦૦ વર્ષ અગાઉ જીવી ગયેલા ઇથિયોપિયાના અધિકારીનો સારો દાખલો મનમાં રાખી શકો. તેને બાઇબલ વિશે અનેક સવાલો હતા. તેને પૂછવામાં આવ્યું કે તે જે વાંચે છે શું એ સમજે છે ત્યારે, તેણે કહ્યું: “કોઈના શીખવ્યા વિના હું કેવી રીતે સમજી શકું?” * ત્યાર બાદ તેણે ફિલિપની મદદ સ્વીકારી, જે ઈસુનો શિષ્ય અને બાઇબલનો સારો શિક્ષક હતો. (પ્રેરિતોનાં કાર્યો ૮:૩૦, ૩૧, ૩૪) એવી જ રીતે, જો તમે બાઇબલ વિશે વધુ જાણવા ચાહતા હો, તો તમે www.isa4310.com/gu પર ઓનલાઇન ફૉર્મ ભરી શકો અથવા આ મૅગેઝિનમાં આપેલા નજીકના સરનામે સંપર્ક કરી શકો. તમે ચાહો તો, તમારી નજીક રહેતા કોઈ યહોવાના સાક્ષીનો સંપર્ક કરી શકો અથવા તમારા વિસ્તારના રાજ્યગૃહની મુલાકાત લઈ શકો. આજે જ બાઇબલ ઉઠાવો, એને વાંચો અને તમારા જીવનને એના માર્ગદર્શન પ્રમાણે દોરો.

જો તમને શંકા હોય કે બાઇબલ પર ભરોસો કરી શકાય કે કેમ, તો આ નાનો વીડિયો જોઈ શકો: હાઉ કેન વી બી શ્યોર ધ બાઇબલ ઇઝ ટ્રુ? એ વીડિયો જોવા વીડિયોના નામથી jw.org પર સર્ચ કરી શકો.

^ ફકરો. 8 બાઇબલમાં આપેલી વ્યવહારુ સલાહના અમુક દાખલા માટે jw.org પર BIBLE TEACHINGS > BIBLE QUESTIONS ANSWERED વિભાગ જુઓ.

^ ફકરો. 11 આ અંકમાં આપેલો આ લેખ પણ જુઓ: “શું એક નાની ગેરસમજ?