સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ સવાલોના જવાબો

બાઇબલ સવાલોના જવાબો

સારાં માબાપ બનવા શું કરવું જોઈએ?

શું તમે પોતાનાં બાળકોને ઈશ્વરને પ્રેમ કરવાનું શીખવો છો?

પતિ-પત્ની એકબીજાને પ્રેમ અને આદર બતાવતા હોય, એવા ઘરના વાતાવરણમાં બાળકોનો સારો ઉછેર થાય છે. (કોલોસી ૩:૧૪, ૧૯) યહોવા ઈશ્વરે પોતાના દીકરાની પ્રશંસા કરી હતી. એવી જ રીતે, સારાં માબાપ પણ પોતાનાં બાળકોને પ્રેમ કરે છે અને તેઓની પ્રશંસા કરે છે.—માથ્થી ૩:૧૭ વાંચો.

ઈશ્વર પોતાના ભક્તોનું સાંભળે છે અને તેઓની લાગણીઓને ધ્યાનમાં લે છે. ઈશ્વર પાસેથી માબાપ ઘણું શીખી શકે છે. માબાપે પણ પોતાનાં બાળકોનું સાંભળવું જોઈએ. (યાકૂબ ૧:૧૯) તેઓની લાગણીઓ ધ્યાનમાં લેવી જોઈએ. તમને ન ગમતી વાત કહે તો, એ પણ સાંભળવી જોઈએ.—ગણના ૧૧:૧૧, ૧૫ વાંચો.

બાળકોને કઈ રીતે જવાબદાર વ્યક્તિ બનાવશો?

માબાપ તરીકે નિયમો બનાવવાનો અધિકાર તમારો છે. (એફેસી ૬:૧) એ વિશે તમે ઈશ્વર પાસેથી ઘણું શીખી શકો. ઈશ્વરે નિયમો આપીને અને એ ન પાળે તો કેવાં પરિણામો આવશે એ જણાવીને પોતાનાં બાળકોને પ્રેમ બતાવ્યો છે. (ઉત્પત્તિ ૩:૩) નિયમ પાળવા ઈશ્વર ક્યારેય લોકોને બળજબરી કરતા નથી. એના બદલે તે શીખવે છે કે, ખરું કરવાથી કઈ રીતે ફાયદો થાય છે.—યશાયા ૪૮:૧૮, ૧૯ વાંચો.

માબાપનો ધ્યેય પોતાનાં બાળકોને ઈશ્વરને પ્રેમ કરતા શીખવવાનો હોવો જોઈએ. એનાથી બાળકો એકલાં હશે ત્યારે પણ સમજદારીથી વર્તશે. ઈશ્વર પોતાના દાખલાથી શીખવે છે તેમ, તમારા દાખલાથી બાળકોને ઈશ્વરને પ્રેમ કરવાનું શીખવો.—પુનર્નિયમ ૬:૫-૭; એફેસી ૪:૩૨; ૫:૧ વાંચો. (w૧૫-E ૦૬/૦૧)