સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી જીવન, બધાનું સપનું

સુખી જીવન, બધાનું સપનું

આપણે બધા સુખી જીવન જીવવા ચાહીએ છીએ, ખરું ને? આપણા બધાનું સપનું છે કે આપણે અને આપણું કુટુંબ સુખી હોય, બધાની તંદુરસ્તી સારી હોય, ઘરમાં સુખ-શાંતિ હોય અને આપણને કશાની ખોટ ન હોય.

ઘણા લોકો માટે સુખી જીવન બસ એક સપનું છે, કેમ કે તેઓ જાણે છે કે જીવનનો કોઈ ભરોસો નથી. જેમ કે, કોરોના વાયરસના લીધે બધાનું જીવન રાતોરાત બદલાઈ ગયું. ઘણા લોકો એનો ભોગ બન્યા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે. કેટલાય લોકોની તો નોકરી છૂટી ગઈ છે, એટલે તેઓને ચિંતા કોરી ખાય છે કે હવે શું થશે.

આજે લોકો પોતાના જીવનને સુખી બનાવવા બનતું બધું જ કરવા ચાહે છે. અમુક લોકો માને છે કે કોઈક શક્તિ છે અને તેઓનું જીવન એના કાબૂમાં છે. એટલે તેઓ નસીબ કે ભાગ્ય પર ભરોસો રાખે છે. ઘણા લોકો મોટી મોટી ડિગ્રી લે છે અને માલ-મિલકત ભેગી કરે છે. તેઓ વિચારે છે કે એમ કરવાથી તેઓનું આખું જીવન આરામથી વીતશે. બીજા અમુક એવું માને છે કે બીજાઓનું ભલું કરવાથી પુણ્ય મળે છે.

શું એ બધું કરવાથી તમારું જીવન સુખી થશે? એ માટે નીચે આપેલા સવાલોના જવાબ જાણવા પડશે:

  • તમારું ભવિષ્ય ખરેખર શાનાથી નક્કી થાય છે?

  • શું મોટી મોટી ડિગ્રી લેવાથી અને માલ-મિલકત ભેગી કરવાથી જીવન સુખી બનાવી શકાય?

  • શું ભલાઈ કરવાથી સુખી જીવન મળી શકે?

  • જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે?

આ અંકમાં એ સવાલોના જવાબ આપ્યા છે.