સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

૪ | ઈશ્વરની મદદ લઈએ

૪ | ઈશ્વરની મદદ લઈએ

ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:

“[ઈશ્વરની] પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ આ છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, શ્રદ્ધા, કોમળતા અને સંયમ.”​ગલાતીઓ ૫:૨૨, ૨૩.

એનો શું અર્થ થાય?

ઈશ્વરની મદદથી આપણે બીજાઓને પ્રેમ કરવાનું, શાંત રહેવાનું અને ધીરજ રાખવાનું શીખી શકીએ છીએ. એમ કરીશું તો જ આપણે મનમાંથી નફરત દૂર કરી શકીશું. આપણે પોતાની રીતે મનમાંથી નફરત કાઢી શકતા નથી. ઈશ્વરની પવિત્ર શક્તિથી જ આપણે એવું કરી શકીએ છીએ. પહેલાંના સમયના એક ઈશ્વરભક્તે કહ્યું, “ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.” (ફિલિપીઓ ૪:૧૩) બીજા એક ઈશ્વરભક્તે કહ્યું, “યહોવા પાસેથી મને મદદ મળે છે.” (ગીતશાસ્ત્ર ૧૨૧:૨) તેઓની જેમ ઈશ્વર આપણને પણ મદદ કરશે.

તમે શું કરી શકો?

‘એક સમયે હું બહુ ખૂંખાર હતો પણ હવે બધા સાથે પ્રેમથી રહું છું. યહોવાએ મને શાંત માણસ બનાવી દીધો.’​—વાલ્ડો

યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. (લૂક ૧૧:૧૩) તેમને વિનંતિ કરો કે તે તમને પ્રેમ, ધીરજ, સંયમ અને શાંતિ જેવા સારા ગુણો કેળવવા મદદ કરે. આમ કરવાથી જ તમે મનમાંથી નફરત કાઢી શકશો. સારા ગુણો કેળવવા વિશે બાઇબલમાં ઘણું લખ્યું છે. તમે પણ વાંચીને જુઓ. જરા વિચારો, તમે કઈ રીતે બીજાઓ સાથે પ્રેમથી રહી શકો અને ધીરજ રાખી શકો. જેઓમાં સારા ગુણો હોય તેઓ સાથે દોસ્તી કરો. તેઓ તમને બીજાઓને “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન” આપશે.​—હિબ્રૂઓ ૧૦:૨૪.