સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

આફત પછી કઈ રીતે મદદ કરી શકીએ?

આફત પછી કઈ રીતે મદદ કરી શકીએ?

કુદરતી આફતો દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે ખૂબ જરૂરી છે કે રાહતકામ માટે સારી ગોઠવણ કરવામાં આવે અને એમાં ભાગ લેનારાઓ ખભેખભા મિલાવીને કામ કરે. એ માટે નિયામક જૂથે દરેક શાખા કચેરીમાં રાહતકામ વિભાગની ગોઠવણ કરી છે.

જ્યારે એ વિભાગના ભાઈઓને ખબર પડે છે કે કોઈ વિસ્તારમાં આફત આવી છે, ત્યારે તેઓ ત્યાંના વડીલોનો સંપર્ક કરે છે. તેઓ જાણવાની કોશિશ કરે છે કે ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરી શકાય. બની શકે કે ભારે નુકસાન થયું હોય અને ભાઈ-બહેનો માટે સંજોગોને જાતે હાથ ધરવા અઘરા હોય. એવા સમયે શાખા કચેરી રાહતકામમાં આગેવાની લેવા અમુક તાલીમ પામેલા ભાઈઓને નિયુક્ત કરશે. એ ભાઈઓ કદાચ સ્વયંસેવકો માટે વિનંતી કરે અથવા જણાવે કે ભાઈ-બહેનો કઈ ચીજવસ્તુઓનું દાન કરી શકે. અથવા કદાચ તેઓ અમુક વસ્તુઓ એ વિસ્તારમાંથી ખરીદીને ભાઈ-બહેનોને આપે.

સંગઠનના માર્ગદર્શન પ્રમાણે કરવાથી ઘણા ફાયદા થાય છે. જેમ કે, કામ એક જ વારમાં પતી જાય છે, કામમાં વધારો થતો નથી. કોઈ ગૂંચવણ ઊભી થતી નથી. પૈસા અને ચીજવસ્તુઓનો બગાડ થતો નથી.

શાખા કચેરીએ નિયુક્ત કરેલા ભાઈઓ નક્કી કરી શકે કે રાહતકામ માટે કેટલા પૈસા અને સ્વયંસેવકોની જરૂર પડશે. તેઓ એ વિસ્તારના અધિકારીઓને મળી શકે. કેમ કે એ અધિકારીઓ રાહતકામ ઝડપથી કરવા મદદ કરી શકે. એટલે ભાઈ-બહેનોએ રાહતકામ માટે પોતાની રીતે દાન ઉઘરાવવું ન જોઈએ અથવા એ વિસ્તારમાં સાધન-સામગ્રી મોકલવી ન જોઈએ. તેમ જ કહેવામાં ન આવે ત્યાં સુધી એ વિસ્તારમાં ન જવું જોઈએ.

આપણે ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ એટલે તેઓને મદદ કરવા માંગીએ છીએ. (હિબ્રૂ ૧૩:૧૬) આપણે કઈ રીતે મદદ કરી શકીએ? આપણે આફતનો ભોગ બનેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરી શકીએ. રાહતકામમાં મદદ કરે છે તેઓ માટે પણ પ્રાર્થના કરી શકીએ. આપણે દુનિયા ફરતે ચાલી રહેલા કામ માટે દાન આપી શકીએ. નિયામક જૂથના માર્ગદર્શન હેઠળ શાખા કચેરી નક્કી કરે છે કે એ દાન કઈ રીતે વાપરવું. જો આપણે રાહતકામમાં સ્વયંસેવક તરીકે મદદ આપવા માંગતા હોઈએ તો લોકલ ડિઝાઇન/કન્સ્ટ્રક્શન વૉલન્ટિયર એપ્લિકેશન (DC-50) ફોર્મ ભરી શકીએ.

બ્રાઝિલમાં પૂરથી મચી તબાહી વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

૨૦૨૦માં બ્રાઝિલમાં ભારે પૂર આવ્યું ત્યારે ભાઈ-બહેનોએ રાહતકામમાં મદદ કરી હતી. એ વિશે તમને શું ગમ્યું?