સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુઓ, શું બની રહ્યું છે!

નાઝી સરકારે કરેલી કત્લેઆમ—બાઇબલ શું કહે છે?

નાઝી સરકારે કરેલી કત્લેઆમ—બાઇબલ શું કહે છે?

 દુનિયાભરમાં ઘણા લોકો જાન્યુઆરી ૨૭ના દિવસે એક ઘટનાને યાદ કરે છે. એ ઘટના હતી, નાઝી સરકારે કરેલા અત્યાચાર અને કત્લેઆમ. એ ઘટના ૭૫ વર્ષ પહેલાં બની હતી અને ભયંકર તેમજ કાળજું કંપાવી નાખે એવી હતી. એ વિશે તમને કદાચ થાય, ઈશ્વરે કેમ આવી કત્લેઆમ થવા દીધી?

 એ ભયંકર ઘટનામાં લાખો યહૂદીઓની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી. નાઝી સરકારે યહૂદીઓ સિવાય બીજા પણ ધાર્મિક જૂથો પર અત્યાચાર ગુજાર્યો અને તેઓનો સંહાર કર્યો. એમાં યહોવાના સાક્ષીઓ પણ હતા. તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવતા હતા એટલે તેઓની સતાવણી કરવામાં આવી.

“ઉજ્જવળ ભાવિ અને આશા”

 ઘણા લોકોને ચિંતા છે કે એવી કત્લેઆમ ફરી તો નહિ થાય ને? પણ બાઇબલ એવા ભાવિનું વચન આપે છે જ્યારે આવા બનાવો ક્યારેય નહિ બને.

  •   “યહોવા કહે છે, ‘મને ખબર છે કે હું તમારા માટે શું કરવાનો છું. હું તમારા પર આફતો નહિ લાવું, પણ તમને શાંતિ આપીશ. હું તમને ઉજ્જવળ ભાવિ અને આશા આપીશ.’”—યર્મિયા ૨૯:૧૧. a

 જ્યારે યહોવા દુષ્ટતા અને એના લીધે થયેલા નુકસાનને દૂર કરશે, ત્યારે એ આશા હકીકતમાં બદલાઈ જશે. ઈશ્વર જલદી જ:

 બાઇબલમાં આપેલી આશા પર આપણે ભરોસો રાખી શકીએ છીએ. શા માટે? એ વિશે ઈશ્વર પાસેથી શીખવા, યહોવાના સાક્ષીઓ તમને વિના મૂલ્યે મદદ કરશે.

a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.