સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

alashi/DigitalVision Vectors via Getty Images

જુઓ, શું બની રહ્યું છે!

દુનિયામાં આટલી બધી નફરત કેમ છે?—બાઇબલ શું કહે છે?

દુનિયામાં આટલી બધી નફરત કેમ છે?—બાઇબલ શું કહે છે?

 લોકો કોઈ ધર્મ, જાતિ કે ભાષા વિરુદ્ધ એવું કંઈક બોલે કે લખે છે, જેનાથી નફરતની આગ ફેલાય છે. લોકો મારામારી અને લૂંટફાટ કરે છે. ઘણા લોકો કહે છે કે આ જાતિ કે ભાષાના લોકો ખરાબ છે. યુદ્ધો પણ વધતા જાય છે. આજે સમાચારોમાં આવા બનાવોની ભરમાર જોવા મળે છે.

  •   “ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ ચાલે છે. અમુક લોકો હિંસા અને નફરતની આગ ભડકાવે છે. એના લીધે આજે સોશિયલ મીડિયા પર કોઈ ધર્મ, જાતિ કે ભાષા વિરુદ્ધ પહેલાં કરતાં વધારે લખવામાં આવે છે.—ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ, ૧૫ નવેમ્બર, ૨૦૨૩.

  •   “ઑક્ટોબર ૭ પછી ભેદભાવના લીધે કોઈ ધર્મ, જાતિ કે ભાષા વિરુદ્ધ ઘણું બધું લખવામાં આવે છે અને હિંસા પણ વધી ગઈ છે.”—ડેનિસ ફ્રાન્સિસ, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ, ૩ નવેમ્બર, ૨૦૨૩.

 નફરતથી ભરેલા શબ્દો, હિંસા અને યુદ્ધ એ કંઈ નવી વાત નથી. પહેલાના સમયના લોકો વિશે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તેઓ ‘કઠોર શબ્દો બાણની જેમ તાકતા હતા.’ (ગીતશાસ્ત્ર ૬૪:૩; ૧૨૦:૭; ૧૪૦:૧) તેઓ યુદ્ધમાં ભાગ લેતા હતા અને હિંસા ફેલાવતા હતા. બાઇબલ જણાવે છે કે આજે દુનિયામાં ચાલી રહેલી નફરત છેલ્લા સમયની નિશાની છે.

નફરત—છેલ્લા સમયની નિશાની

 આજે નફરત કેમ આટલી વધી ગઈ છે એ વિશે બાઇબલ બે કારણો જણાવે છે.

  1.  ૧. બાઇબલમાં અગાઉથી એવા સમય વિશે જણાવ્યું છે, જ્યારે “ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.” (માથ્થી ૨૪:૧૨) લોકોનો સ્વભાવ એવો થઈ જશે જેનાથી પ્રેમને બદલે નફરત વધશે. —૨ તિમોથી ૩:૧-૫.

  2.  ૨. દુષ્ટ શેતાનના લીધે આજે આટલી બધી નફરત વધી ગઈ છે. એ વિશે બાઇબલમાં લખ્યું છે કે “આખી દુનિયા શેતાનના કાબૂમાં છે.”—૧ યોહાન ૫:૧૯; પ્રકટીકરણ ૧૨:૯, ૧૨.

 જોકે, બાઇબલમાં એમ પણ જણાવ્યું છે કે ઈશ્વર એવી બધી બાબતો કાઢી નાખશે જેનાથી નફરત ફેલાય છે. એટલું જ નહિ, નફરતને લીધે જે તકલીફો ઊભી થઈ છે એને પણ મિટાવી દેશે. બાઇબલમાં વચન આપ્યું છે:

  •   “ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ! ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”—પ્રકટીકરણ ૨૧:૪.