સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા દાન કઈ રીતે વપરાય છે?

વીડિયો કોન્ફરન્સથી મંડળની સભાઓ

વીડિયો કોન્ફરન્સથી મંડળની સભાઓ

૨૬ જૂન, ૨૦૨૦

કોવિડ-૧૯ મહામારીના લીધે, દુનિયા ફરતે ઘણી સરકારોએ મોટા સમૂહમાં ભેગા થવા પર રોક-ટોક લગાવી દીધી અને લોકોને એકબીજાથી અંતર જાળવી રાખવાનું જણાવવામાં આવ્યું. યહોવાના સાક્ષીઓ સરકારથી મળેલા આ નિયમ પાળવાની સાથે સાથે પોતાની સભાઓ ચાલુ રાખવા માંગતા હતા. એ માટે તેઓ ઝૂમ જેવા વીડિયો કોન્ફરન્સિંગ એપથી સભાઓ ચલાવી રહ્યા છે.

સભાઓ સારી રીતે ચાલે એ માટે નિયામક જૂથે દાનમાં મળેલા પૈસાથી ઝૂમ એપ પર મંડળો માટે એકાઉન્ટ ખરીદવાનું નક્કી કર્યું. આવા એક એકાઉન્ટની કિંમત ૧,૨૦૦થી ૧,૫૦૦ રૂપિયા છે. આ ગોઠવણના લીધે એવા મંડળોને ફાયદો થયો છે જેઓની આર્થિક પરિસ્થિતિ આ એકાઉન્ટ ખરીદવાની ન હતી. આ ગોઠવણ પહેલાં મંડળો એવા મફત એપ વાપરી રહ્યા હતા, જે સુરક્ષિત ન હતા. તેમ જ એમાં વધારે લોકો જોડાય શકતા ન હતા. પણ હવે ઝૂમ એપના લીધે મંડળની સભાઓમાં વધારે લોકો જોડાય શકે છે અને એ સુરક્ષિત છે. હવે દુનિયા ફરતે ૧૭૦થી વધારે દેશોમાં લગભગ ૬૫,૦૦૦ મંડળો આ ઝૂમ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે.

ઉત્તર ઇન્ડોનેશિયાનું કૈરાગી મંડળ પહેલાં વીડિયો કોન્ફરન્સિંગ માટે એક મફત એપ વાપરતું હતું. પણ હવે આ મંડળની સભાઓ સંસ્થાએ આપેલા ઝૂમ એકાઉન્ટ પર થાય છે. હાડી સન્ટોસો ભાઈ કહે છે, “જે ભાઈ-બહેનો મોબાઈલ કે ટેબ્લેટ વાપરવાનું જાણતા ન હતા, તેઓ પણ હવે સભાઓનો આનંદ માણી શકે છે. તેઓએ વારંવાર લોગ ઇન કરવું પડતું નથી અને આખી સભા આરામથી સાંભળી શકે છે.”

ઇક્વેડોરના ગ્વાયાકીલ શહેરમાં આવેલા ગ્વાઆકાનેસ ઓએસ્ટે મંડળના વડીલ, લેસ્ટર હીહૉન જુનિયર ભાઈ કહે છે: “અમુક મંડળના ભાઈ-બહેનો ઘણા ગરીબ છે. તેઓ માટે ઝૂમનું લાઇસન્સ ખરીદવું ઘણું જ મુશ્કેલ હતું. એ કારણે ઘણા બધા લોકો સભામાં જોડાય શકતા ન હતા. પણ સંસ્થાએ અમારા મંડળને આ એકાઉન્ટ ખરીદી આપ્યું છે ત્યારથી, અમારી સભાઓ નિયમિત ચાલી રહી છે અને એમાં ઘણા લોકો જોડાય શકે છે.”

જૉન્સન મુવાનઝા નામના ભાઈ જે ઝામ્બિયાના લુસાકા શહેરના ઉત્તર નોવેરેર મંડળના વડીલ છે. તે જણાવે છે કે ભાઈ-બહેનો ઘણી વાર આમ કહે છે: “સંસ્થાએ ઝૂમ એપ પર સભાઓની ગોઠવણ કરી હોવાથી ભાઈ-બહેનો સાથે અમારો સંબંધ વધારે મજબૂત થયો છે. એટલું જ નહિ, યહોવા અમને જરાય ભૂલ્યા નથી અને તે અમને ખૂબ જ પ્રેમ કરે છે એવો અહેસાસ થયો.”

દુનિયા ફરતે થઈ રહેલા આપણા કામ માટે દાનમાં જે પૈસા મળે છે, એમાંથી થોડા પૈસા રાહત કામ માટે અલગ રાખવામાં આવે છે. આ જ પૈસાથી સંસ્થા એકાઉન્ટ ખરીદે છે. લોકો અલગ અલગ રીતે દાન કરે છે, એમાંની એક રીત છે donate.isa4310.com તમારા આપેલા દાનથી દુનિયા ફરતેના ભાઈ-બહેનોને ઘણી મદદ મળે છે. તમે દિલ ખોલીને દાન કરો છો એ માટે અમે દિલથી આભાર માનીએ છીએ.—૨ કોરીંથીઓ ૮:૧૪.