સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘અનંતજીવન આ છે’

‘અનંતજીવન આ છે’

‘અનંતજીવન આ છે’

“અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

જ્ઞાન જીવન બચાવી શકે. નાઇજરમાં રહેતો દસ મહિનાનો નુહુ બીમાર પડ્યો ત્યારે, નર્સનું કામ જાણતી તેની મમ્મીને ખબર હતી કે શું કરવું. તેમણે મીઠું અને ખાંડ પાણીમાં ભેળવીને બાળકને પીવડાવ્યું, જેથી તેના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. યુનિસેફના કહેવા પ્રમાણે, “એ બાળક જલદી સાજું થયું, કેમ કે તેની મમ્મીએ ઝડપી પગલાં લીધાં અને સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ ગઈ.”

બાઇબલનું જ્ઞાન પણ લોકોનું જીવન બચાવી શકે છે. બાઇબલના પ્રથમ લેખક મુસાએ આમ નોંધ્યું: ‘એ તમારે માટે નકામી વાત નથી; કેમ કે એમાં તમારું જીવન છે, એ વાતથી તમારું આયુષ્ય વધારી શકશો.’ (પુનર્નિયમ ૩૨:૪૭) શું બાઇબલથી ખરેખર આપણું જીવન વધે છે? કેવી રીતે એનો સંદેશો હંમેશ માટેનું જીવન આપે છે?

આ વિષય પરના અગાઉના પાંચ લેખો બતાવે છે કે બાઇબલ ભરોસાપાત્ર ભવિષ્યવાણીઓ માટે અજોડ છે; ઇતિહાસ અને વિજ્ઞાનની નજરે પણ ખરું છે; એમાં એકરાગિતા છે અને ઉપયોગી માર્ગદર્શન પણ આપેલું છે. આ બતાવે છે કે બાઇબલ અજોડ છે. એટલે, જ્યારે એ હંમેશ માટેના જીવનનો માર્ગ બતાવવાનો દાવો કરે છે, ત્યારે શું તમારે એને વધારે ધ્યાન આપવું ન જોઈએ?

અમે તમને એ શીખવા અરજ કરીએ છીએ કે કેવી રીતે બાઇબલનું ખરું જ્ઞાન હમણાં મનની શાંતિ અને ભાવિમાં ખુશીઓ આપી શકે. કેવી રીતે આવું જ્ઞાન મેળવવું, એ યહોવાના સાક્ષીઓ ખુશીથી તમને જણાવશે. (w12-E 06/01)

[પાન ૯ પર બોક્સ/ચિત્ર]

બાઇબલ અજોડ છે, કેમ કે એ આપણા આવા મૂળ સવાલોના સંતોષકારક જવાબ આપતું એકમાત્ર પુસ્તક છે:

• આપણને જીવન કેમ આપ્યું છે?

• કેમ આટલાં બધાં દુઃખો છે?

• મારા ગુજરી ગયેલાઓ માટે કોઈ આશા છે?

આ વિષે બાઇબલ શું જણાવે છે, એ તમને યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી જાણવા મળશે.