સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું સંતોષથી રહેવું શક્ય છે?

શું સંતોષથી રહેવું શક્ય છે?

શું સંતોષથી રહેવું શક્ય છે?

‘સંતોષ હોય તો ગરીબ અમીર બને છે; અસંતોષ હોય તો અમીર પણ ગરીબ બની જાય છે.’—બેન્જામીન ફ્રેન્કલિન.

એ સુવાક્ય પ્રમાણે, ઘણા લોકો શીખ્યા છે કે ચીજવસ્તુઓ ખરીદી શકાય પણ સુખ-સંતોષ ખરીદી શકાતા નથી. આજે દુનિયા વધુને વધુ ધનસંપત્તિ મેળવવા, મોટી મોટી મહત્ત્વાકાંક્ષા રાખવા કે પછી બીજાઓની જેમ એશઆરામથી જીવવા ઉત્તેજન આપે છે. એટલે સંતોષી રહેવું એક દિવાસ્વપ્ન જેવું લાગે છે. શું નીચે જણાવેલી કોઈ પણ બાબતની તમારા પર અસર થઈ છે?

• આજકાલ જાહેરાતોમાં એક જ સંદેશો જોવા મળે છે કે તમે ઘણી ચીજવસ્તુઓ ખરીદશો તો સુખી થશો.

• સ્કૂલે કે નોકરી-ધંધામાં એવું ઉત્તેજન મળે છે કે બીજાઓ જેવા હોશિયાર બનો કે તેઓથી આગળ નીકળો તો જ તમારી કિંમત થશે.

• બીજાઓ માટે તમે જે કંઈ કરો એની તેઓને કદર નથી.

• મિત્રો પોતાની ધનસંપત્તિથી તમારામાં ઈર્ષા જગાડે.

• જીવનને લગતા મહત્ત્વના સવાલોના તમને જવાબ મળતા જ નથી.

જીવનમાં આવી મુશ્કેલીઓ આવતી રહે તોપણ જે હોય એટલાથી રાજી રહેવું શું શક્ય છે? હા, જરૂર. ઈશ્વરભક્ત પાઊલે ‘સંતુષ્ટ’ રહેવાની ચાવી બતાવી હતી. કોઈ વાર પાઊલ પાસે પુષ્કળ હતું તો કોઈ વાર તે તંગીમાં હતા. મિત્રો પાઊલના વખાણ કરતા, તો બીજા લોકો તેમની હાંસી ઉડાવતા. તોપણ પાઊલ કહે છે કે હું ગમે તેવા સંજોગોમાં સંતોષથી ‘રહેતાં શીખ્યો.’ફિલિપી ૪:૧૧, ૧૨.

એટલે જેઓએ સંતોષી રહેવાનો પ્રયત્ન કર્યો નથી તેઓ માટે સુખ મિથ્યા છે. પરંતુ ઈશ્વરભક્ત પાઊલે કહ્યું તેમ, સંતોષી રહેતા શીખી શકાય. ચાલો આપણે બાઇબલમાંથી જોઈએ કે સંતુષ્ટ રહેવાની પાંચ ચાવીઓ કઈ છે. (w10-E 11/01)