સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહ તરેહનાં છે!”

“હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહ તરેહનાં છે!”

યહોવાહની સુંદર રચના

“હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહ તરેહનાં છે!”

યહોવાહના સાક્ષીઓના ૨૦૦૪ કૅલેન્ડરમાં યહોવાહની રચના વિષે કેવાં સુંદર ચિત્રો આપેલાં છે! કેમ? શહેરમાં કે ગામમાં અથવા પર્વત પર કે દરિયા કાંઠે પણ આપણે પરમેશ્વરની રચના જોઈ શકીએ છીએ.

જૂના જમાનામાં પરમેશ્વરની ભક્તિ કરતા લોકો યહોવાહે સરજેલી ચીજોની ખૂબ કદર કરતા હતા. ચાલો આપણે બે દાખલા જોઈએ. ઈશ્વરભક્ત સુલેમાન એકદમ હોશિયાર હતો. પવિત્ર શાસ્ત્ર કહે છે: ‘પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું.’ સુલેમાને પરમેશ્વરની રચના વિષે શું કહ્યું? શાસ્ત્ર કહે છે: “તેણે વનસ્પતિ વિષે વિવેચન કર્યું, એટલે લબાનોન પરના એરેજવૃક્ષથી માંડીને તે ભીંતમાંથી ઊગી નીકળનાર ઝુફા સુધીની વનસ્પતિ વિષે તેણે વિવેચન કર્યું; વળી તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ તથા માછલીઓ વિષે પણ વિવેચન કર્યું.” (૧ રાજાઓ ૪:૩૦, ૩૩) બીજો દાખલો સુલેમાનના પિતા દાઊદનો છે. દાઊદે પણ ઈશ્વરની રચના પર વિચાર કર્યો. દાઊદે પ્રાર્થનામાં કહ્યું: “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે!”—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪. *

યહોવાહે દુનિયાની રચના કરી હોવાથી આપણે તેમની સૃષ્ટિની કદર કરવી જોઈએ. અંધારી રાતે તમારી આંખો જરા ઊંચી કરીને આકાશો તરફ જુઓ. “આ સર્વ તારાઓની ઉત્પત્તિ કોણ કરી શકે છે?” આપણે જાણીએ છીએ કે એ યહોવાહે ઉત્પન્‍ન કર્યું છે. કેમ કે તેમની પાસે ‘મહાન શક્તિ’ છે.—યશાયા ૪૦:૨૬, IBSI.

પણ જ્યારે આપણે યહોવાહના હાથની કારીગરી જોઈએ છીએ, ત્યારે શું શીખવા મળે છે? એક તો એ કે જીવન એક આશીર્વાદ છે, ભેટ છે. એ યહોવાહે આપ્યું છે. બીજું કે યહોવાહની રચના જોઈને, આપણે બીજા લોકોને સમજાવી શકીએ છીએ કે આ બધી કરામત પાછળ પરમેશ્વર યહોવાહનો હાથ છે. આપણે યહોવાહ વિષે શીખતા કદીયે થાકતા નથી.

યહોવાહે માણસને બનાવ્યો, જાનવરોને પણ બનાવ્યા છે. પણ માણસ અને જાનવરમાં શું ફેર છે? ફક્ત માણસ જ યહોવાહની કદર કરી શકે છે, ભક્તિ કરી શકે છે. (૨ પીતર ૨:૧૨) સુંદર પર્વતો અને ઘટાદાર વૃક્ષો જોઈને આપણું દિલ કેવું ખુશ થઈ ઊઠે છે! પક્ષીઓનાં મીઠાં ગીતો સાંભળવાની કેવી મજા આવે છે. આપણે કોઈ સરસ જગ્યા જોઈ હોય તો, એની યાદ કદી ભૂંસાતી નથી. ભલે આ જગતની હાલત ખરાબ હોય, પણ યહોવાહના હાથની કરામત, સુંદરતા જોઈને આપણે હરખાઈ ઊઠીએ છીએ.

કુટુંબ સાથે મળીને પણ યહોવાહના હાથની કારીગરી જોવાની મજા માણી શકે. બાળકોને દરિયા કાંઠે શંખ-છીપલાં શોધવાની કેટલી મજા આવે છે! અથવા જ્યારે તેઓ જાનવરોને પંપાળે છે કે ઝાડ પર ચડે ત્યારે કેવા હરખાય છે! છોકરાઓ આ રીતે રમે ત્યારે માબાપે તેઓને શીખવવું જોઈએ કે યહોવાહે એ બધુંય ઉત્પન્‍ન કર્યું છે. નાનપણથી યહોવાહનું જ્ઞાન બાળકોના દિલમાં ઉતારવામાં આવે તો, તેઓ જીવનભર યહોવાહને ભૂલશે નહિ.—ગીતશાસ્ત્ર ૧૧૧:૨, ૧૦.

યહોવાહની રચના વિષે એક ઈશ્વરભક્તે કહ્યું કે, “તેં શું નથી જાણ્યું? તેં શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન દેવ છે, પૃથ્વીના દિગંત સુધી [આખી દુનિયાના] ઉત્પન્‍ન કરનાર તે છે; તે નિર્ગત થતો નથી, ને થાકતો પણ નથી; તેની સમજણ અતકર્ય [ઊંડી] છે.” (યશાયાહ ૪૦:૨૮) શાસ્ત્ર બતાવે છે કે યહોવાહે વિશ્વને ઘડ્યું છે. આ સિદ્ધાંત આપણે ન માનીએ તો કેટલી મોટી ભૂલ કહેવાય!

યહોવાહની સુંદર રચના ચારે બાજુ દેખાઈ આવે છે. યહોવાહ કેટલા મહાન ને શક્તિશાળી છે! તે આપણા પર તેમનો પ્રેમ વરસાવે છે. એ જાણીને આપણે યહોવાહને કહીશું કે “તારા જેવો કોઈ નથી; અને તારાં કૃત્યો જેવાં કોઈનાં નથી.”—ગીતશાસ્ત્ર ૮૬:૮.

આપણે યહોવાહની રચના જોઈને ખુશ રહી શકીએ. પછી, વિચાર કરો કે નવી દુનિયામાં દિન-રાત આપણે યહોવાહ વિષે શીખી શકીશું. (સભાશિક્ષક ૩:૧૧) આપણે કાયમ યહોવાહની ભક્તિ કરી શકીશું.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓનું કૅલેન્ડર ૨૦૦૪ (અંગ્રેજી)માં નવેમ્બર/ડિસેમ્બર જુઓ.

[પાન ૯ પર બોક્સ]

વૈજ્ઞાનિકો પણ પરમેશ્વરમાં માને છે

આજે ઘણા વૈજ્ઞાનિકો માને છે કે વિશ્વની રચના પાછળ પરમેશ્વરનો હાથ છે. નોંધ કરો કે તેઓ શું કહે છે:

‘જેમ જેમ હું વિજ્ઞાનનો વધારે અભ્યાસ કરું છું, તેમ હું શીખી શકું છું કે પરમેશ્વરે કઈ રીતે બધુંય બનાવ્યું છે. આ રીતે હું પરમેશ્વર વિષે થોડું ઘણું શીખી શકું છું.’—દવાનો વૈજ્ઞાનિક, હેનરી શેફર.

‘કોણ વિશ્વનો સર્જનહાર છે? બધાયના પોતપોતાના વિચારો હોય છે. પણ અમે જાણીએ છીએ કે પરમેશ્વરે જ વિશ્વ ઉત્પન્‍ન કર્યું છે.’—વિશ્વ વિજ્ઞાન પર શોધ કરનાર, એડવર્ડ મિલ્ન.

‘વિશ્વ પરમેશ્વરે ઉત્પન્‍ન કર્યું, એ જ ગણિતનો મોટામાં મોટો ચમત્કાર છે.’—ઍલેક્ઝાંડર પોલયાકોવ, ગણિતનો રશિયન પંડિત.

‘ધરતી પર પેદા થયેલી બધી વસ્તુઓ જોઈએ ત્યારે, એમાં ઈશ્વરની કરામત દેખાઈ આવે છે. એમાં ઈશ્વરના વિચારો દેખાય છે. છેવટે એક જ પાઠ શીખવા મળે છે કે આ બધુંય એનું બનાવેલું છે, આપણું નહિ.’—લૂઈ આગાસ્ઝ, અમેરિકન જીવવૈજ્ઞાનિક.

[પાન ૮ પર ચિત્ર]

જીન પૅંગ્વિન પંખીઓ, દક્ષિણ ધ્રુવપ્રદેશના દ્વીપકલ્પમાં

[પાન ૯ પર ચિત્ર]

ગ્રાન્ડ ટેટન નેશનલ પાર્ક, વાયોમિંગ, અમેરિકા

[ક્રેડીટ લાઈન]

Jack Hoehn/Index Stock Photography