સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધર્મ ન હોય તો શું દુનિયામાં સુખ–શાંતિ હશે?

ધર્મ ન હોય તો શું દુનિયામાં સુખ–શાંતિ હશે?

ધર્મ ન હોય તો શું દુનિયામાં સુખ–શાંતિ હશે?

નવા નાસ્તિકોનું માનવું છે કે એક દિવસ એવો આવશે જ્યારે ધર્મ નહિ હોય. એ વખતે આત્મઘાતી બોમ્બર નહિ હોય, ધર્મના નામે યુદ્ધો નહિ હોય અને ટીવી પર ધર્મના નામે પૈસા પડાવનાર કોઈ નહિ હોય. શું તમે પણ એવું જ ઇચ્છો છો?

એનો જવાબ આપતા પહેલાં પોતાને પૂછો: ‘આખી દુનિયામાં નાસ્તિકવાદ હોય તો, બધે જ સુખ-શાંતિ હશે એવો કોઈ પુરાવો છે?’ આનો જરા વિચાર કરો: કંબોડિયામાં ખમેર રુઝનું રાજ હતું. તેઓએ સામ્યવાદના સિદ્ધાંતો પ્રમાણે દેશમાંથી સર્વ ધર્મ નાબૂદ કરવા આશરે ૧૫ લાખ જિંદગી છીનવી લીધી. એ જ રીતે રશિયામાં નાસ્તિક જોસફ સ્ટેલીનના રાજમાં કરોડો લોકોની જીવા દોરી ટૂંકાવી દેવામાં આવી. ખરું કે, આપણે સીધેસીધું એવું ન કહી શકીએ કે નાસ્તિકવાદને કારણે એ જુલમ ગુજારવામાં આવ્યો હતો. પણ એ બતાવે છે કે નાસ્તિકવાદમાં લોકો કંઈ હળીમળીને શાંતિથી રહી શકતા નથી.

જોકે ઘણા કહે છે કે ધર્મના કારણે ખૂબ દુઃખ આવી પડ્યું છે. પણ શું એમાં ઈશ્વરનો વાંક છે? જરાય નહિ! એક દાખલો લઈએ. જો કોઈ વ્યક્તિ કાર ચલાવતા મોબાઈલ ફોન વાપરે અને એક્સિડન્ટ થાય તો એમાં કોનો વાંક? કાર બનાવનારનો કે ચલાવનારનો? મનુષ્ય પર અનેક કારણથી દુઃખ આવે છે. એમાંનું એક કારણ મૂળમાં રહેલું છે. બાઇબલ એને વારસામાં મળેલું પાપ તરીકે ઓળખાવે છે. એ વિષે બાઇબલ કહે છે: ‘સઘળાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.’ (રૂમી ૩:૨૩) એના લીધે વ્યક્તિમાં સ્વાર્થ, અભિમાન, અહમ અને હિંસા હોય છે. નીતિ-નિયમોથી આઝાદ થવાની ભાવના હોય છે. (ઉત્પત્તિ ૮:૨૧) એ કારણે લોકો એવી માન્યતા તરફ વળે છે જે ખોટા કામોને પણ ચલાવી લે. (રૂમી ૧:૨૪-૨૭) ઈસુ ખ્રિસ્તે એના વિષે ખરું જ કહ્યું હતું: ‘ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ અને નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.’—માત્થી ૧૫:૧૯.

સાચી અને ખોટી ભક્તિ વચ્ચેનો ફરક

ચાલો હવે જોઈએ કે ઈશ્વર કેવી ભક્તિ સ્વીકારે છે અને કેવી નથી સ્વીકારતા. ઈશ્વરને માન્ય ભક્તિ લોકોને વારસામાં મળેલા પાપ પર જીત મેળવવા મદદ કરશે. તેમ જ, વ્યક્તિને બીજાના ભલા માટે પ્રેમ બતાવવા, શાંતિથી રહેવા, દયાભાવ રાખવા, માયાળુપણું, સંયમ, માન આપવા જેવા ગુણો કેળવવા મદદ કરશે. એટલું જ નહિ પતિ-પત્નીને વફાદાર રહેવા મદદ કરશે. (ગલાતી ૫:૨૨, ૨૩) જ્યારે કે માણસોએ બનાવેલો ધર્મ લોકોને મનફાવે એમ જીવવા પ્રેરે છે. તેમ જ, જે કામોને ઈસુ નફરત કરે છે એને તેઓ ચલાવી લે છે.—૨ તીમોથી ૪:૩.

શું નાસ્તિકવાદ પણ માણસે બનાવેલા જૂઠા ધર્મોની જેમ ખોટા કામોને ચલાવી લેશે? કાયદાકાનૂનના પ્રૉફેસર ફિલીપ જોનસન કહે છે, ‘ભગવાન ન હોય તો આપણે તેને જવાબદાર નથી. તેમ જ નીતિ-નિયમોને આધીન રહેવા આપણને કોઈ બળજબરી ન કરે.’ પછી દરેક જણ ચાહે તો પોતાના માટે નક્કી કરી શકે કે સારું શું? ખરાબ શું? એ કારણે ઘણા લોકો નાસ્તિકવાદ પસંદ કરે છે એમાં કોઈ નવાઈ નથી.—ગીતશાસ્ત્ર ૧૪:૧.

જોકે નાસ્તિકવાદ કે માણસે બનાવેલા જૂઠા ધર્મોને ઈશ્વર કાયમ ચલાવી લેશે નહિ. જેઓ એને પ્રોત્સાહન આપે છે એવા લોકોને પણ કાયમ સહી લેશે નહિ. * તેમનું વચન છે: “સદાચારીઓ [નીતિવાન અને ધાર્મિક] આ ધરતી પર વસી શકશે, અને પ્રામાણિકજનો તેમાં નભી જશે; પરંતુ દુષ્ટો પૃથ્વી પરથી નષ્ટ થઈ જશે, અને કપટી લોકો જડમૂળથી ઉખેડી નંખાશે.” (નીતિવચનો ૨:૨૧, ૨૨, કોમન લૅંગ્વેજ) એ વખતે આખા વિશ્વમાં સુખ-શાંતિ હશે, જે કોઈ માણસો, તેઓની સંસ્થા કે ફિલસૂફી લાવી જ ન શકે.—યશાયાહ ૧૧:૯. (g10-E 11)

[ફુટનોટ]

^ ઈશ્વરે કેમ થોડા સમય માટે દુઃખ તકલીફો ચાલવા દીધી છે? એ વિષે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૧ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૬ પર બોક્સ]

ધર્મના નામે થતા જુલમ વિષે ઈશ્વરને કેવું લાગે છે?

ઈસ્રાએલીઓને જે દેશ આપવામાં આવ્યો હતો ત્યાં કનાની લોકો રહેતા હતા. તેઓ ખોટાં કામોમાં મશગૂલ હતા. જેમ કે નજીકના સગા સાથે જાતીય સંબંધ, સજાતીય કુકર્મ, પશુ સાથેનું કુકર્મ અને બાળકોની બલિ. (લેવીય ૧૮:૨-૨૭) આર્કિઑલોજી ઍન્ડ ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ પુસ્તક જણાવે છે કે ખોદકામ કરતા ‘કનાનના દેવોની વેદીઓની આસપાસ કબર મળી આવી. જેમાં રાખના ઢગલા અને શિશુ બાળકોના હાડપિંજરો મળી આવ્યા. એ બતાવે છે કે આખા દેશમાં લોકો બાળકોની બલિ ચઢાવતા હતા.’ બાઇબલ વિષેનું એક પુસ્તક જણાવે છે કે કનાની લોકો ખોટાં કામોથી દેવોની ભક્તિ કરતા અને પોતાના પ્રથમ બાળકની બલિ ચઢાવતા. એમાં આગળ કહે છે: ‘કનાન દેશના ખંડેર શહેરોનું પુરાત્ત્વશાસ્ત્રીઓએ ખોદકામ કર્યું ત્યારે, તેઓ વિચારવા લાગ્યા કે ઈશ્વરે કેમ કનાનીઓનો જલદીથી નાશ ન કર્યો.’

ઈશ્વરે કનાન દેશનો નાશ કર્યો હતો. એ આપણને યાદ અપાવે છે કે ઈશ્વરના નામે કરેલી દુષ્ટતા તે કાયમ સહી લેશે નહિ. એના વિષે બાઇબલ જણાવે છે: ‘ઈશ્વરે એક દિવસ નક્કી કર્યો છે કે જે દિવસે તે જગતનો અદલ ઇન્સાફ કરશે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧.

[પાન ૭ પર ચિત્રનું મથાળું]

ધર્મી અને અધર્મીઓએ કાળો કેર વરસાવ્યો છે

ચર્ચે હિટલરને સાથ આપ્યો

કંબોડિયામાં ખમેર રુઝના ભોગ બનેલા લોકોની ખોપરીઓ-હાડકાં

[ક્રેડીટ લાઈન]

AP Photo