સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકો ઇન્ટરનેટ વાપરે ત્યારે માબાપે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

બાળકો ઇન્ટરનેટ વાપરે ત્યારે માબાપે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

બાળકો ઇન્ટરનેટ વાપરે ત્યારે માબાપે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

આજે ઇન્ટરનેટ ખૂબ જ જરૂરી બની ગયું છે. મોટા ભાગના કામો આજે ઇન્ટનેટ દ્વારા થઈ શકે છે. અરે બાળકો પણ પોતાના અભ્યાસ માટે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી શકે છે. એ જ સમયે ઇન્ટરનેટ પર ઘણી જોખમી સાઈટ પણ રહેલી છે. એટલે અમુક માબાપ યુવાનોના રૂમને બદલે એવી જગ્યાએ કૉમ્પ્યુટર રાખે છે, જેથી તેઓ બાળકો પર નજર રાખી શકે. જોકે આ ટેક્નૉલૉજી યુગમાં યુવાનો લેપટોપ પર ગમે ત્યાં ઇન્ટરનેટ વાપરી શકે છે. લેપટોપ ન હોય તો તેઓ સાઇબર કાફેમાં જઈ શકે છે. અથવા ફ્રેન્ડના ઘરે જઈને ઇન્ટરનેટ વાપરી શકે છે. મોબાઇલ ફોનમાં પણ ઇન્ટરનેટ જોઈ શકાય છે. આ બધી રીતે યુવાનો ગમે ત્યાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. આવા સમયે માબાપ બાળકો પર કેવી રીતે ધ્યાન રાખી શકે?

ચાલો આપણે જોઈએ કે યુવાનો ઇન્ટરનેટ પર શું કરે છે અને એમાં કેવા જોખમો રહેલા છે.

ઇ-મેઇલ

ઇ-મેઇલ શું છે? ઇ-મેઇલ એ ઇલેક્ટ્રોનિક પત્ર છે, જે તમે ઇન્ટરનેટ દ્વારા બીજાઓને મોકલી શકો છો.

શા માટે લોકો આ વાપરે છે? ઇ-મેઇલ દ્વારા સગાં-વહાલાં તેમ જ મિત્રોને ઝડપથી મેઇલ મોકલી શકાય છે. આ મેઇલ ફ્રીમાં પણ મોકલી શકાય છે.

શું જાણવું જોઈએ? પર્સનલ ઇ-મેઇલની સાથે સાથે બીજા નકામા મેઇલ પણ મળે છે, જે સ્પામ મેઇલ તરીકે ઓળખાય છે. એમાં અમુક વખતે બીભત્સ માહિતી અને ચિત્રો હોય છે. એ મેઇલમાં અમુક એવી લિંક પણ હોય છે, જેના પર ક્લિક કરવાથી તમારી પર્સનલ માહિતી છેતરપિંડી કરનારાઓ (હેકર્સ) ઉઠાંતરી કરી શકે છે. સામાન્ય રીતે બાળકો આવા ફાંદામાં ફસાતા હોય છે. જ્યારે તમે આવા મેઇલ ન મોકલવા માટે રીક્વેસ્ટ કરશો, તો તેઓ વધારે ને વધારે આવા મેઇલ મોકલ્યા કરશે.

વેબસાઈટ

વેબસાઈટ શું છે? વેબસાઈટ એટલે કે કોઈ સંસ્થા, બિઝનેસ કરનારા કે કોઈ વ્યક્તિ ઇન્ટરનેટ પર પોતાની સાઈટ બનાવે છે. અને એમાં બધી માહિતી મૂકે છે, જેથી બીજા લોકો એનો લાભ ઉઠાવી શકે.

શા માટે લોકો આ વાપરે છે? લાખો વેબસાઈટ છે, જેના દ્વારા લોકો રિસર્ચ કરી શકે છે. અરે, બીજા દેશોમાં રહેતા મિત્રો સાથે વાત કરી શકે છે. ઇન્ટરનેટ પર ગેમ રમી શકે છે અને ગીતો ડાઉનલોડ કરી શકે છે. એટલું જ નહિ તેઓ ઑનલાઇન શૉપિંગ પણ કરી શકે છે.

શું જાણવું જોઈએ? ઇન્ટરનેટનું ખરાબ પાસું પણ છે, એમાં ઘણી બીભત્સ (પોર્નોગ્રાફિક) વેબસાઈટ પણ હોય છે. જ્યારે તમે ઇન્ટરનેટ પર કામ કરતા હોય ત્યારે આવી સાઈટ અચાનક ખૂલી જાય છે. દાખલા તરીકે અમેરિકામાં ૮-૧૬ વર્ષના યુવાનો પર એક સર્વે કરવામાં આવ્યો. એમાંના ૯૦ ટકા યુવાનોએ કબૂલ્યું કે તેઓ હોમવર્ક માટે કંઈ રિસર્ચ કરતા હતા ત્યારે આવી પોર્નોગ્રાફિક સાઈટ અચાનક ખૂલી જતી.

અમુક એવી સાઈટ પણ છે, જ્યાં યુવાનિયાઓ સહેલાઈથી જુગાર રમી શકે છે. દાખલા તરીકે કૅનેડામાં ૧૫-૧૭ વર્ષના યુવાન છોકરાઓ પર એક સર્વે કરવામાં આવ્યો. એમાંના ૨૫ ટકા યુવાનોએ કબૂલ્યું કે તેઓ આવી સાઈટ પર જઈને જુગાર રમ્યા છે. અને હવે તેઓને જુગાર રમવાની ટેવ પડી ગઈ છે. અમુક એવી સાઈટ પણ છે, જે પાતળા રહેવાના ઘણા નુસખા બતાવે છે. એમાં તેઓ જણાવે છે કે ભલે તમે સારું સારું ખાવ પણ પછી વૉમિટ કરીને એને કાઢી નાખો. * અમુક વેબસાઈટ લોકોને બીજી જાતિ અને ધર્મના લોકો માટે નફરત જગાવે છે. અમુક સાઇટ તો બૉમ્બ બનાવવા, આતંકવાદી કામો કરવા તેમ જ ઝેર બનાવવા વિષે પણ માહિતી આપે છે. ઑનલાઇન ગેમમાં પણ ભયંકર ક્રૂરતા અને બીભત્સતા બતાવવામાં આવે છે.

ચેટ રૂમ

ચેટ રૂમ શું છે? અમુક વેબસાઈટ પર તમે તમારા ગમતા વિષય પર બીજા લોકો સાથે એ જ સમયે મેસેજની આપ-લે કરી શકો છો.

શા માટે લોકો આ વાપરે છે? તમારા બાળકો એવા લોકો સાથે પોતાના વિચારોની આપ-લે કરી શકે છે, જેને કદી તે મળ્યા નથી.

શું જાણવું જોઈએ? જો તમારું બાળક આવા કોઈ ચેટ રૂમમાં જાય તો ત્યાં અમુક હવસખોરો પણ હોય છે, જે તમારા બાળકને પોતાનો શિકાર બનાવી શકે છે. એક સ્ત્રીનો અનુભવ જોઈએ, કે જેને ‘ઇન્ટરનેટ સેફ્ટી’ પર એક બુક લખવી હતી. જેનો વિષય હતો, ઇન્ટરનેટ પર તમારા બાળકો શું કરે છે? તેને અમુક રિસર્ચ કરવું હતું, એટલે તેણે ઇન્ટરનેટ પર એવી ઓળખ આપી કે તે પોતે ૧૨ વર્ષની છે. તરત જ કોઈએ તેની સાથે વાત કરવી છે એવો રિપ્લાય આપ્યો. જોકે ચેટ રૂમમાં તમે જે ટાઇપ કરો એ બીજા લોકો પણ જોઈ શકતા હોય છે. પણ એ ચેટ રૂમમાં અમુક પ્રાઇવેટ રૂમ પણ હોય છે, જ્યાં ફક્ત બે જ વ્યક્તિ પોતાના વિચારોની આપ-લે કરી શકે. જ્યારે તે સ્ત્રીએ ઇન્ટરનેટ પર વાત કરી, ત્યારે સામેથી તેને કહેવામાં આવ્યું કે ‘પ્રાઇવેટ રૂમમાંથી વાતચીત કરવી છે. આ સ્ત્રીને પ્રાઇવેટ રૂમમાં કેવી રીતે જવું એ આવડતું ન હતું. પણ સામેવાળી વ્યક્તિએ તેને બધી જ મદદ પૂરી પાડી. તે જેવી ચેટ રૂમમાં જાય છે એવી જ સામેવાળી વ્યક્તિ સેક્સ કરવાની વાત કરે છે.’

ઇન્સ્ટન્ટ મેસેજ

ઇન્સ્ટન્ટ મેસેજ શું છે? આ એક પ્રકારનું ઑનલાઇન સોફ્ટવેર છે, જેમાં વેબસાઈટનો ઉપયોગ કર્યા વગર બીજાઓને મેસેજ મોકલી શકો છો.

શા માટે લોકો આ વાપરે છે? દુનિયાના કોઈ પણ છેડે રહેલા તમારા મિત્રો સાથે આંખના પલકારામાં જ મેસેજ મોકલી શકો છો અને ચેટ કરી શકો છો. કૅનેડાનો એક રિપોર્ટ બતાવે છે કે ૧૬-૧૭ વર્ષના ૮૪ ટકા યુવાનો દિવસમાં આશરે એક કલાક મિત્રોને મેસેજ કરવામાં વિતાવે છે.

શું જાણવું જોઈએ? ઇન્સ્ટન્ટ મેસેજ બહુ જ લલચામણા છે. જો તમારું બાળક કૉમ્પ્યુટર પર કંઈ કામ કરતું હશે અને એ સમયે સ્ક્રીન પર મેસેજ આવે તો તેનું ધ્યાન એમાં જ જતું રહેશે. એટલું જ નહીં બીજું જોખમ એ છે કે તમારું બાળક જેની સાથે વાતચીત કરે છે એને તમે ઓળખતા નથી કે તેનો અવાજ સાંભળી શકતા નથી.

બ્લૉગ

બ્લૉગ શું છે? બ્લૉગ એ ઇન્ટરનેટ પર તમારી પર્સનલ ડાયરી છે.

શા માટે લોકો આ વાપરે છે? યુવાનિયાઓ બ્લૉગમાં પોતાના દરરોજના વિચારો લખે છે, પોતાના મનગમતા વિષય પર કંઈક લખે છે. બ્લૉગમાં અમુક જગ્યા પણ રાખવામાં આવે છે, જ્યાં બીજા વાચકો પોતાના વિચારો લખી શકે છે. જ્યારે યુવાનિયાઓને પોતાના લખાણ માટે બીજા લોકો તરફથી અમુક કોમેન્ટ કે પ્રતિભાવ મળે છે ત્યારે તેઓને ઘણી ખુશી થાય છે.

શું જાણવું જોઈએ? બ્લૉગ કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે. અમુક યુવાનો એમાં પોતાના પરિવાર વિષે, ઘરનું સરનામું તેમ જ સ્કૂલ વિષે માહિતી આપતા હોય છે. અમુક વાચકો, વ્યક્તિના બ્લૉગમાં ખોટા વિચારો મૂકે છે. એના લીધે વ્યક્તિની ખોટી છાપ ઊભી થાય છે, અને તેને નોકરી મળવી મુશ્કેલ બની જાય છે.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ

સોશિયલ નેટવર્કિંગ સાઈટ શું છે? આમાં યુવાનો પોતાની વેબસાઈટ બનાવે છે, અને પોતાના ફોટા અને વીડિયો ક્લિપ મૂકે છે. તેમ જ પોતાના મનગમતા વિષયો અને અનુભવો બ્લોગમાં મૂકે છે.

શા માટે લોકો આ વાપરે છે? પોતાની વેબસાઈટ બનાવવાથી યુવાનો પોતાની ઓળખ આપે છે, જેથી બીજાઓ તેમને જાણી શકે. આ વેબસાઈટ દ્વારા યુવાનો વધારે મિત્રો બનાવવા ચાહે છે.

શું જાણવું જોઈએ? જોઆના નામની એક છોકરી કહે છે કે ‘યુવાનો પોતાની સાઈટ બનાવે છે, જેને એક સાથે ઘણા બધા લોકો જોઈ શકે છે. આ વેબસાઈટ જાણે એક પાર્ટી છે, એમાં જે ચાહે એ જઈ શકે. પણ એમાં ખતરો એ છે કે છેતરપિંડી કરનારા પણ તમારી બધી માહિતી જાણી લઈ શકે છે.’ આવી સાઈટ કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે, અને એ માહિતીનો દુરુપયોગ કરીને વ્યકિતને બદનામ કરી શકે છે. ઇન્ટરનેટ સેફ્ટીના ઍક્સ્પર્ટ પેરી આફ્તાબ કહે છે કે આવી સાઈટ પરથી ‘હવસખોરો, યુવાનોની બધી જ માહિતી મેળવી લે છે.’

ખરું કે યુવાનો આવી સાઈટ બનાવીને અનેક દોસ્ત બનાવી શકે છે. જોકે આવા દોસ્તો કદીયે એકબીજાને મળ્યા હોતા નથી. તો શું તેઓને ખરેખર દોસ્તો કહી શકાય? ઘણા યુવાનો માને છે કે જેટલા વધારે લોકો તમારી સાઈટ જુએ એટલા વધારે ફેમશ તમે બનો. કેન્ડીસ્‌ કેલ્સી પોતાની બુક જનરેશન માય-સ્પેસમાં જણાવે છે કે ‘આજે ઇન્ટરનેટ પર લોકો એવા જ મિત્રો બનાવે છે જેઓની સાઈટ વધારે લોકોએ જોઈ હોય. તે આગળ જણાવે છે કે બીજાઓને ગમે એવી માહિતી યુવાનો મૂકે છે, જેથી તેઓના વધારે મિત્રો બની શકે. પણ આ રીતે મિત્ર બનાવવામાં જોખમ રહેલું છે, કેમ કે યુવાનો સામેવાળી વ્યક્તિને જોયા-જાણ્યા વગર તેના પર ભરોસો મૂકે છે.’ તમારા યુવાનો ઇન્ટરનેટ પર શું કરે છે? એ બુક જણાવે છે કે ‘યુવાનો ઇન્ટરનેટ પરથી કોઈ પણ જાતની વાતચીત વગર મિત્ર બનાવે છે, અને મન ફાવે ત્યારે એ મિત્રતા તોડી નાખે છે.’ આમ, તેઓ સાચી મિત્રતા નિભાવવાનું ભૂલી રહ્યા છે.

આગળ જોઈ ગયા એમ થોડીક જ બાબતો છે, જેની યુવાનો ઇન્ટરનેટ પર મજા માણે છે. જો તમે માબાપ હો તો તમે બાળકને કેવી રીતે આવા ઇન્ટરનેટના જોખમથી બચાવી શકો? (g08 10)

[Footnotes]

^ આવી સાઈટમાં એવા સૂચનો આપવામાં આવે છે કે કેવી રીતે વ્યક્તિ પોતાનું વજન ઓછું કરી શકે. અને એ પણ માબાપની જાણ વગર. આવી વેબસાઈટ બનાવનાર માને છે કે એમાં કંઈ ખોટું નથી, કેમ કે એમ કરવાનું વ્યક્તિ પોતે પસંદ કરે છે.

[Blurb on page 12]

ભારતમાં એક વર્ષમાં ઇન્ટરનેટ વાપરનારાઓમાં ૫૪ ટકાનો વધારો થયો છે. એમાં મોટે ભાગે યુવાનો છે.

[Blurb on page 15]

“ખરું કે કૉમ્પ્યુટર પર કૅમેરા લગાડો તો તમે બીજાઓ સાથે વીડિયો કોલ કરી શકો છો. અને આ રીતે ઘણા માબાપો યુવાનોને દોસ્તો અને સગાં-વહાલાં સાથે વાત કરવા રજા આપે છે. આ રીતે વાત કરવી બહુ સસ્તું છે. જોકે એમાં ઘણી અજાણી વ્યક્તિઓ પણ યુવાનોને ફોસલાવીને કે પટાવીને તેઓને નુકસાન કરી શકે છે.”—રોબર્ટ એસ. મૂલર, અમેરિકાની ગુના-શોધક સંસ્થાના ડાયરેક્ટર