સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઘણા લોકો પ્રાર્થના કરે છે કે ઈશ્વરનું રાજ્ય આવે. પણ શું તમે વિચાર્યું છે કે ઈશ્વરનું રાજ્ય શું છે અને એ શું કરશે?

નોંધ કરો કે બાઇબલ શું કહે છે:

  • ઈશ્વરનું રાજ્ય શું છે?

    ઈશ્વરની ગોઠવણ પ્રમાણે એ રાજ્ય સ્વર્ગમાંથી રાજ કરશે, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે.—યશાયા ૯:૬, ૭; માથ્થી ૫:૩; લુક ૧:૩૧-૩૩.

  • ઈશ્વરનું રાજ્ય શું કરશે?

    એ બધી દુષ્ટતાનો અંત લાવશે અને પૃથ્વી પર કાયમ માટે સુખ-શાંતિ લાવશે.—દાનિયેલ ૨:૪૪; માથ્થી ૬:૧૦.

  • ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખવા શું કરશો?

    ઈશ્વરના રાજ્યને ટેકો આપો. ભરોસો રાખો કે ફક્ત એ રાજ્ય પૃથ્વીની રોનક પાછી લાવશે અને ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે.—માથ્થી ૬:૩૩; ૧૩:૪૪.