સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના રાજમાં, લોકો ‘પુષ્કળ શાંતિમાં આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૧

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

ચિંતાનો સામનો કરવા શું પવિત્ર શાસ્ત્ર મદદ કરી શકે?

તમે શું કહેશો?

  • હા

  • ના

  • કદાચ

શાસ્ત્ર શું કહે છે?

‘તમે તમારી સર્વ ચિંતાઓ ઈશ્વર પર નાખી દો.’ (૧ પીતર ૫:૭) શાસ્ત્ર ખાતરી આપે છે કે, ઈશ્વર આપણને ચિંતાઓમાંથી બહાર આવવા મદદ કરી શકે છે.

શાસ્ત્રમાંથી બીજું શું શીખી શકીએ?

  • પ્રાર્થના કરવાથી આપણે “ઈશ્વરની શાંતિ”નો અનુભવ કરી શકીએ છીએ, જે ચિંતામાંથી મુક્ત થવા મદદ કરે છે.—ફિલિપીઓ ૪:૬, ૭.

  • વધુમાં, શાસ્ત્ર વાંચવાથી તણાવભર્યા સંજોગો સામે લડવા મદદ મળે છે.—માથ્થી ૧૧:૨૮-૩૦.

શું ચિંતા વગરનું જીવન શક્ય છે?

અમુક લોકો માને છે . . . ચિંતા અને તણાવ તો માનવજીવનનો ભાગ છે. બીજા અમુક માને છે કે મરણ પછી બીજી દુનિયાના જીવનમાં જ સાચી શાંતિનો અનુભવ થઈ શકે છે. તમારું શું માનવું છે?

શાસ્ત્ર શું કહે છે?

ઈશ્વર આપણી એકેએક ચિંતા દૂર કરશે. “મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.”—પ્રકટીકરણ ૨૧:૪.

શાસ્ત્ર બીજું શું શીખવે છે?

  • ઈશ્વર પૃથ્વી પર રાજ કરશે ત્યારે, મનુષ્યો સાચી શાંતિ અને સલામતીનો અનુભવ કરશે.—યશાયા ૩૨:૧૮.

  • કોઈ તણાવ નહિ હોય અને કોઈ ચિંતા નહિ સતાવે.—યશાયા ૬૫:૧૭.