ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ

આ પુસ્તકમાં જણાવ્યું છે કે કઈ રીતે પહેલી સદીમાં ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ અને એ આપણા માટે કેમ મહત્ત્વનું છે.

નકશા

નકશામાં ઇઝરાયેલ અને એની આસપાસના વિસ્તારો અને પાઉલના પ્રચારકાર્યની મુસાફરી વિશે બતાવ્યું છે.

નિયામક જૂથ તરફથી પત્ર

આપણે કેમ ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપતા રહેવા મદદ કરશે?

પ્રકરણ ૧

‘જાઓ, શિષ્યો બનાવો’

ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે ઈશ્વરના રાજ્યની ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે. આજે એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ રહી છે?

પ્રકરણ ૨

“તમે મારા સાક્ષી થશો”

ઈસુએ કઈ રીતે પોતાના શિષ્યોને પ્રચારકામમાં આગેવાની લેવા તૈયાર કર્યા?

પ્રકરણ ૩

‘તેઓ પવિત્ર શક્તિથી ભરપૂર થયા’

ખ્રિસ્તી મંડળનો પાયો નાખવામાં ઈશ્વરની પવિત્ર શક્તિએ કઈ રીતે મદદ કરી?

પ્રકરણ ૪

“અભણ અને સામાન્ય માણસો”

પ્રેરિતો હિંમતથી કામ કરે છે અને યહોવા તેઓને આશીર્વાદ આપે છે.

પ્રકરણ ૫

‘અમારા રાજા તો ઈશ્વર છે, અમે ઈશ્વરની જ આજ્ઞા માનીશું’

પ્રેરિતોએ બધા સાચા ભક્તો માટે સારો દાખલો બેસાડ્યો છે.

પ્રકરણ ૬

સ્તેફન—“ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર”

સ્તેફને હિંમતથી ન્યાયસભા આગળ સાક્ષી આપી, એમાંથી આપણે શું શીખી શકીએ?

પ્રકરણ ૭

ફિલિપે “ઈસુ વિશેની ખુશખબર” જણાવી

ફિલિપ ઉત્સાહી પ્રચારક તરીકે સરસ દાખલો બેસાડે છે.

પ્રકરણ ૮

મંડળ માટે “શાંતિનો સમયગાળો શરૂ થયો”

જુલમ ગુજારનાર શાઉલ ઉત્સાહી પ્રચારક બને છે

પ્રકરણ ૯

“ઈશ્વર પક્ષપાત કરતા નથી”

સુન્‍નત ન થયેલા બીજી પ્રજાના લોકોને ખુશખબર સાંભળવાની તક મળે છે.

પ્રકરણ ૧૦

“યહોવાનો સંદેશો ફેલાતો ગયો”

પિતરને કેદમાંથી છોડાવવામાં આવે છે અને સતાવણી છતાં ખુશખબર ફેલાવવાનું કામ અટકતું નથી.

પ્રકરણ ૧૧

“શિષ્યોનાં મન પવિત્ર શક્તિ અને આનંદથી ઊભરાતાં રહ્યાં”

વિરોધીઓનો હિંમતથી સામનો કરીને પાઉલ સારો દાખલો બેસાડે છે.

પ્રકરણ ૧૨

‘યહોવા પાસેથી મળેલા અધિકારથી તેઓએ હિંમતથી વાત કરી’

પાઉલ અને બાર્નાબાસ નમ્રતા અને હિંમત બતાવે છે, તેઓ પ્રચારકામ કરતા રહે છે.

પ્રકરણ ૧૩

“તેઓની ઉગ્ર ચર્ચા થઈ”

નિયામક જૂથ આગળ સુન્‍નતનો મુદ્દો રજૂ કરવામાં આવે છે.

પ્રકરણ ૧૪

“અમે બધાએ એક થઈને નિર્ણય લીધો છે”

જાણો કે નિયામક જૂથ સુન્‍નત વિશે કઈ રીતે યોગ્ય નિર્ણય લે છે અને એનાથી મંડળોમાં કઈ રીતે એકતા જળવાઈ રહે છે.

પ્રકરણ ૧૫

તેઓએ “મંડળોને ઉત્તેજન આપ્યું”

પ્રવાસી નિરીક્ષકો મંડળોની શ્રદ્ધા મક્કમ કરે છે.

પ્રકરણ ૧૬

“આ પાર મકદોનિયા આવ”

યહોવાએ સોંપેલું કામ સ્વીકારવાથી અને સતાવણીઓમાં પણ ખુશ રહેવાથી આશીર્વાદો મળે છે.

પ્રકરણ ૧૭

તેમણે “તેઓ સાથે શાસ્ત્રવચનોમાંથી ચર્ચા કરી”

પાઉલ થેસ્સાલોનિકા અને બેરીઆના યહૂદીઓને પૂરેપૂરી સાક્ષી આપે છે.

પ્રકરણ ૧૮

‘ઈશ્વરને શોધો અને તે ખરેખર તમને મળશે’

લોકોને ગમે એવા વિષય પર પાઉલે વાત કરી. એના લીધે તેમને કેવી તક મળી?

પ્રકરણ ૧૯

‘બોલતો રહેજે, ચૂપ રહેતો નહિ’

આપણે ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપવા માંગીએ છીએ. ચાલો જોઈએ કે પાઉલે કોરીંથમાં જે રીતે સાક્ષી આપી એમાંથી આપણે શું શીખી શકીએ?

પ્રકરણ ૨૦

વિરોધ છતાં ‘યહોવાના સંદેશાનો પ્રભાવ વધતો ગયો’

જાણો કે વધારે ને વધારે લોકો સુધી ખુશખબર ફેલાવવા અપોલોસ અને પાઉલે શું કર્યું.

પ્રકરણ ૨૧

“બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું”

પાઉલ ઉત્સાહથી પ્રચાર કરે છે અને વડીલોને સલાહ આપે છે.

પ્રકરણ ૨૨

“યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ”

પાઉલ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા મક્કમ હતા, એટલે તે યરૂશાલેમ જાય છે.